અમદાવાદના સેટેલાઇટ હિંંમતલાલ પાર્ક પાસે આનંદ વિહાર સોસાયટીને તોડવાની તાકીદ કરાતા વિરોધ
Continues below advertisement
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીને તોડવાની તાકીદ બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા. મકાનો તોડવા વાહનો પહોંચતા જ લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે સોસાયટીના રહીશોની કોઈ પણ મંજૂરી વગર ગુજરાત હાઉસિંગ બોર્ડના 132 મકાનોનું રિ-ડેવલપમેંટ માટેનું ટેંડર બહાર પડાયું હતું.. રહીશોને મકાન તોડવાની જાણ થતા RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી... જેમાં ખુલાસો થયો કે 132 મકાનો પૈકી 62 જેટલા મકાન માલિકોની સહીઓ થઈ ગઈ છે. જોકે વાસ્તવમાં કેટલીક સહીઓ બનાવટી કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-7 પ્રેમસુખ ડેલુ પણ બનાવની જાણ થતા સ્થળ પર પહોચ્યા અને રોષે ભરાયેલા સ્થાનિકોની સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
Continues below advertisement