Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ

Continues below advertisement

Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ. અમદાવાદમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. સાયન્સ સિટી, ગોતા સહિતના વિસ્તારમાં રાત્રે વરસાદ. ગાંધીનગરના અડાલજ પંથકમાં પણ ખાબક્યો વરસાદ.  ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.રાજ્યના 18 તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લીના મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.પંચમહાલના શહેરા અને અરવલ્લીના ભિલોડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણા તાલુકામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મોરવા હડફ અને ધનસુરા તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ દાહોદ તાલુકામાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત સાઠંબા, માલપુર અને વિજયનગરમાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ, બોડેલી, ઈડર, મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં પણ અડધો ઈંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

રાજસ્થાનમાં સર્જાયેલી આંધીની અસર હવે ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન બોર્ડરને અડતા ગામોમાં ભારે પવન અને બદલાયેલા વાતાવરણની અસર વર્તાઈ હતી. ખાસ કરીને ધાનેરા તાલુકાના સરહદી ગામોમાં વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. બીજી તરફ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના રાણીવાડા અને વડગામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ નોંધાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola