Ahmedabad Rains: IPL ફાઇનલ પહેલાં અમદાવાદમાં વરસાદ: ક્રિકેટ રસિકોમાં ચિંતાનો માહોલ

IPL 2025 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ક્રિકેટ ચાહકોની ચિંતામાં વધારો થયો છે. શહેરના પશ્ચિમ ઝોન સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં મેચના સમયપત્રક પર અસર થવાની આશંકા સેવાઈ રહી છે.

બપોર બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. માણેકબાગ, માનસી સર્કલ, એસ.જી. હાઈવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, શિવરંજની, ડ્રાઈવ ઈન રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદ શરૂ થતાની સાથે જ શહેરના માર્ગો પર વાહનો ધીમા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આજની IPL ફાઇનલ મેચની ઉત્સુકતા ચરમસીમાએ હતી, ત્યારે મેચ શરૂ થાય તે પહેલાં જ મેઘરાજાનું આગમન થતાં ક્રિકેટ ફેન્સમાં નિરાશા અને ચિંતાનો માહોલ છવાયો છે.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola