Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Continues below advertisement
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
એક તરફ વરસાદની આગાહી. તો બીજી તરફ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નથી, કારણ કે આગામી સાત દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં આજે પારો ૪૧ ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા વાતાવરણને કારણે લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement