અમદાવાદઃ મણિનગરની આ હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી 2.37 લાખ રૂપિયા વસૂલ્યા, પરિવારજનોએ શું લગાવ્યો આરોપ?

Continues below advertisement
અમદાવાદ શહેરમાં ધીમે ધીમે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા કિર્તીભાઈ શાહને કોરોના થયો હતો. જેમને  મણીનગર વિસ્તારની આરના સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કિર્તીભાઇ શાહના પુત્રએ દાવો કર્યો હતો કે સંતોષકારક સારવાર ન મળી હોવા છતાં હોસ્પિટલે બે લાખ 37 હજાર જેટલી રકમ વસૂલી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસેથી લેવામાં આવેલા એક લાખ રૂપિયા એડવાન્સનો પણ બિલમાં ઉલ્લેખ નહીં. 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા પરંતુ 10 ડીસેમ્બરના સ્થાને 10 નવેમ્બર કરી દેવામાં આવી અને તેમની ઉંમર ૮૨ વર્ષ છે છતાંય ૪૩ વર્ષની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram