ગુજરાત હાઈકોર્ટમાં ઊભી કરવામાં આવી સેનેટાઇઝ ટનલની વ્યવસ્થા, જુઓ વીડિયો

Continues below advertisement
દેશભરમાં 21 દિવસનું lockdown ચાલી રહ્યું છે ત્યારે lockdown ની પરિસ્થિતિમાં હાઇકોર્ટમાં અર્જન્ટ સુનાવણીની જરૂરિયાતવાળા કેસ વિડિયો કોન્ફરન્સિંગ થી ચાલે છે, પરંતુ જે લોકો હાઇકોર્ટમાં અતિઆવશ્યક કામ માટે આવી રહ્યા છે તેમને પણ સેનિટાઈઝ કરવા માટેની વ્યવસ્થા હાઇકોર્ટમાં ઉભી કરવામાં આવી છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ આર.એમ.છાયા અને હાઈકોર્ટમાં તબીબી સેવા આપતા ડૉક્ટર ચૌહાણના સહિયારા પ્રયત્નોથી આ નવતર પહેલ કરાઈ છે. હાઇકોર્ટમાં પ્રવેશતા તમામ લોકોનું સેનિટાઇઝેશન થાય તે માટે સેનીટાઈઝર tunnel હાઇકોર્ટમાં ઉભી કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે કે હાઇકોર્ટમાં આ પ્રકાર ના પગલા લેવાયા હોય. કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકે તે દિશામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram