અમદાવાદમાં સી પ્લેન સર્વિસ શોભાના ગાંઠિયા સમાન, માલદીવ ગયેલું સી પ્લેન 75 દિવસ બાદ પણ પરત ફર્યું નથી
અમદાવાદમાં સી પ્લેન સર્વિસનું સૂરસૂરીયુ થયું છે. મેનટેનેન્સ માટે માલદીવ ગયેલું સી પ્લેન 75 દિવસ બાદ પણ પરત ફર્યું નથી. મુલાકાતીઓ માટે કેવડીયા ખૂલ્યું પણ સી પ્લેન સેવા હજુ બંદ છે. 9મી એપ્રિલે સી પ્લેન મેનટેનેન્સ માટે માલદીવ મોકલાયું હતું.