Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર

Continues below advertisement

મહેસાણા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉદય વોરાનો પુત્ર પરમ વોરા. આરોપ છે નશો કરી અકસ્માત સર્જ્યાનો. વાત એવી છે કે, ગત 23 નવેમ્બરે ડૉક્ટરોનું એક ગ્રુપ અમદાવાદના S.G. હાઈવે પર સાઈકલિંગ કરી રહ્યું હતું. આ સમયે રોંગ સાઈડમાં ઓવરટેક કરી પરમ વોરા સાઈકલ પર જતાં બે ડૉક્ટરને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં ડૉ. અનિશ તિવારી અને ડૉ. ક્રિષ્નાબેન શુક્લાને ઈજા પહોંચી હતી. પોલીસે 100થી વધુ CCTVના ફૂટેજ ચકાસ્યા. જેમાં ખુલ્યું કે, પરમ વસ્ત્રાપુરની એક સોસાયટીમાંથી તેના મિત્રો સાથે નીકળ્યો હતો.  પરમ અને તેના મિત્રો નશાની હાલતમાં દેખાયા. પોલીસ કારના નંબર અને મોબાઈલ ડિટેલ્સના આધારે તેના સુધી પહોંચી. પરમે પણ કબૂલ્યું કે, તેણે નશો કર્યો હતો. અકસ્માત સર્જી તે ઉદયપુર ભાગી ગયો હતો..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram