Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક, કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસ
અમદાવાદમાં રફ્તારના કહેરના દ્રશ્યો ફરી કેમેરામાં કેદ થયા. દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે એક બેફામ કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક થાર કાર ચાલક બેફામ ગતિએ આવી રહ્યો છે અને તેણે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા અને લાલા દરવાજા વિસ્તારમાં બેફામ થાર ગાડી ચાલકે રસ્તામાં લોકોને અને વાહનોને અડફેટે લીધા, દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કાર ચલાવીને ચકચાર મચાવ્યો. થાર ગાડી ચાલકની દાદાગીરી પણ વીડિયોમાં જોઈ શકાય છે. આ નબીરા ગાડી ચાલકે પોલીસ ઉપર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હોવા છતાં કાર ચાલક રોકાયો નહીં અને ફરાર થઈ ગયો હતો. . GJ-27-DM-9988 નંબરની થાર કાર ચાલક ન જાણે કોના મદમાં હતો ન તો તેને પોલીસની વાત સાંભળી. ન તો ટ્રાફિક નિયમોનું અનુસરણ કર્યુ.. બસ જે પણ તેના રસ્તામાં આવ્યુ તેને ટક્કર મારીને તે ફરાર થઈ ગયો. માહિતી એવી પણ છે કે થાર કાર ચાલક વિજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા..