કોટ વિસ્તારોમાં દબાણોને તોડી પાડવાનો AMCએ લીધો નિર્ણય, જુઓ વીડિયો
અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે. હેરિટેજ વિભાગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રાથમિકતાના ધોરણે ડિમોલિશન શરૂ કરાશે.પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા ગત સપ્તાહે કોટ વિસ્તારમાં નોટ અને નેતાઓની મિલીભગતના કારણે હેરિટેજ મિલકતો અને ગેરકાયદે દબાણ ઉભા થયાની ફરિયાદ કરવામાં આવી હતી.જે બાદ AMC ની કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ હેરીટેજ વિભાગમાં ખાલી પડેલી ભરતીઓની જગ્યા ભરવામાં આવશે.જે અંગેનું નોટિફિકેશન બહાર પણ પાડવામાં આવ્યું છે.હેરિટેજ વિભાગમાં હાલ આર્કિયોલોજી ઇન્સ્પેકટરની સાત,આસિસ્ટન્ટ આર્કિયોલોજીની 13 અને સબ ઇન્સ્પેકટરની 14 જગ્યાઓ ખાલી પડેલી છે.આમ 80 લોકોના સ્ટાફ સામે અડધો અડધ સ્ટાફ નથી.જેને આ મહિનામાં ત્રીજા સપ્તાહ તરીકે ભરવામાં આવશે.જે બાદ પ્રાથમિકતાના ધોરણે હેરિટેજ ઇમારતો અને ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરીઓ શરૂ કરવામાં આવશે.