આજે આર્મીમાં લેફ્ટનન્ટના પદ માટે CDS પરીક્ષા યોજાઇ રહી છે, જુઓ વીડિયો

Continues below advertisement
દેશભરમાં આજે ડિફેન્સમાં એટલે કે આર્મી નેવી અને એરફોર્સમાં ઓફિસર કક્ષાના પદની ભરતી માટે પરીક્ષા યોજાઈ રહી છે. દેશભરમાં અંદાજે 8 લાખ જેટલા યુવાનો આ પરીક્ષા આપી રહ્યા છે. આર્મી, એરફોર્સ અને નેવીમાં સરહદ પર લડી રહેલા જવાનોની સાથે પરીક્ષા મારફતે પણ સીધી ભરતી કરવામાં આવતી હોય છે. વર્ષમાં બે વાર આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. UPSC એટલે કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ આ પરીક્ષાનું આયોજન કરતું હોય છે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિશેના સવાલો પૂછવામાં આવતા હોય છે. આ ત્રણે વિષય દીઠ સો સો માર્કનું પેપર પૂછવામાં આવતું હોય છે. ઓ.ટી.એ, એટલે કે ઓફિસર ટ્રેનિંગ એકેડમી માટે કોઈ પણ શાળામાં સ્નાતક, જયારે એરફોર્સ અને નેવીમાં એન્જીનરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને આ પરીક્ષા આપવાની તક મળતી હોય છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram