Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio Viral
Ahmedabad News : અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, અકસ્માત કરી ફરાર થયેલા આરોપીની ધમકી આપતો ઓડિયો વાયરલ
પહેલા રફ્તારથી મચાવ્યો આતંક. પાંચ પાંચ લોકોને અડફેટે લઈને ફેલાવી દીધો ડરનો માહોલ. આટલુ ઓછુ હોય તેમ હવે ફરી આપી દીધી ધમકી. 30 માર્ચે અમદાવાદના બાપુનગરની હરદાસ ચોકી નજીક કરણ નામના શખ્સે સ્વિફ્ટ કારથી પાંચ લોકોને ટક્કર મારીને ફરાર થઈ ગયો. આરોપી કરણ હજુ પણ પોલીસ પકડથી દુર છે.. ત્યારે ઈજાગ્રસ્તના ભાઈને ફોન પર ધમકાવતો હોવાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ. કથિત ઓડિયો ક્લિપમાં આરોપી કરણ ઈજાગ્રસ્ત ભાઈને ધમકી આપતા કહી રહ્યો છે કે હજુ કોઈ વચ્ચે આવશે તો તેને પણ ઉડાવી દઈશ. આરોપી કરણની આ જ દાદાગીરી જોઈને ઈજાગ્રસ્તના પરિવારજનો પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
Tags :
Ahmedabad Hit And Run