Ahmedabad Rain | અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?
Ahmedabad Rain | અમદાવાદમાં આજે બપોરે ફરીથી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સિઝનનો કુલ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા એક કલાકમાં પશ્ચિમઝોનમાં 0.20 મિમી વરસાદ નોંધાયો. મધ્યઝોનમાં 0.25 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0.10 મિમી વરસાદ. તમામ અન્ડરપાસ ચાલુ,વાસણા બેરેજના દરવાજા હાલમાં બંધ છે.
હવામાન વિભાગના અધિકારીઓએ આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને, આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલે ઉત્તર ગુજરાત માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાન તરફથી આવી રહેલી વરસાદી ટ્રફને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.