Ahmedabad Rain: અમદાવાદમાં રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તા થયા પાણી પાણી

Ahmedabad Rain: અમદાવાદમાં રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તા થયા પાણી પાણી

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવે, પ્રહ્લાદનગર, જીવરાજ પાર્ક સહિત વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે ઉપર સર્વિસ રોડમાં પાણી ભરાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ઘણા સમય પછી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો, એસટી હાઈવે સર્વિસ રોડના દ્રશ્યો છે, જ્યાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એ સાથે જ અમદાવાદમાં ઉકળાટ, બફારાનું પ્રમાણ ઓછું થયું છે. જો કે, આજે બપોર પછી અમદાવાદમાં વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે.  હાલ ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદની તીવ્રતા છે તે વધુ છે. અમદાવાદના પ્રહ્લાદનગરથી એસજી હાઈવે તરફ જવાના વરસાદનું જોર છે, તે લગભગ છેલ્લા 20-25 મિનિટથી યથાવત છે અને તેના કારણે હાઈવે ઉપરનો જે વાહન વ્યવહાર છે, તેને પણ અસર થવાની શરૂ થઈ ચૂકી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola