Ahmedabad Accident news: પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકનો પણ અકસ્માત, વિમાનની ટેલ ઝાડમાં ફસાઈ

અમદાવાદમાં બનેલા પ્લેન ક્રેશ બાદ  એર ઈન્ડિયાના વિમાનનો કાટમાળ સ્થળ પરથી હટાવવાની કામગીરી શરુ કરાઈ છે.  એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ લઈને જતા ટ્રકનો પણ અકસ્માત થયો છે. ACB કચેરી પાસે વિમાનની ટેલ  એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિરનો રસ્તો  બંધ  કરવો પડ્યો. 

ઘટનાસ્થળેથી વિમાનનો કાટમાળ એરપોર્ટ લઇ જવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન ઝાડ સાથે અથડાતા ટ્રક રસ્તા વચ્ચે જ રોકાઈ ગયો હતો. આ અકસ્માતનો બનાવ ACB  કચેરી નજીક બન્યો હતો. આ વિમાનનો કાટમાળ એક ટ્રક પર લઈ જવામાં આવી રહ્યો હતો. 

જોકે અકસ્માતને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો ઠપ્પ થઇ ગયો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસે એક સાઈડનો રસ્તો બંધ કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola