Ahmedabad News: વસ્ત્રાપુરમાં તળાવ રી-ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બે શ્રમિકોને લાગ્યો વીજ કરંટ
અમદાવાદના વસ્ત્રાપુરમાં તળાવ રી-ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન બે શ્રમિકોને લાગ્યો વીજ કરંટ. ચેતન પટેલ અને કૌશિક ખપેડ નામના બે શ્રમિકોને વીજકરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બે પૈકી એક શ્રમિક હાલ વેન્ટિલેટર પર હોવાની માહિતી મળી રહી છે. શ્રમિકોને વીજ કરંટ લાગવાની ઘટનામાં કંપનીના ઈજનેર વિજય ગઢવીએ પ્રતિક્રિયા આપી કે આઠથી દસ જેટલા શ્રમિકો સેફ્ટી વોલનું સેન્ટિંગ કામ કરતા હતા. કામ શરૂ કરતા પહેલા ટોરેન્ટ પાવરની ટીમ પાસે બે વાર ચેકિંગ કરાવ્યુ હતુ. ટોરેન્ટ પાવરની ટીમે બધા વાયર ડેથ જાહેર કર્યા બાદ જ કામગીરી શરૂ કરી હતી.. જો કે બપોરે કામગીરી દરમિયાન બે શ્રમિકોને વીજ કરંટ લાગતા અન્ય શ્રમિકોમાં દોડધામ મચી હતી.. હાલ ટોરેન્ટ પાવર અને પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે..