Ahmedabad NSUI Protest: ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનું અનોખું વિરોધ પ્રદર્શન

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાના મુદ્દે NSUIએ કર્યો ઉગ્ર વિરોધ.. એડમિશનમાં ધાંધિયાને લઈને NSUIના કાર્યકર્તાઓએ જીકાસની નનામી કાઢી.. યુનિવર્સિટી કેમ્પસમાં જીકાસની નનામી ફેરવીને NSUIના કાર્યકર્તાઓએ રામ બોલો ભાઈ રામના નારા પણ લગાવ્યા.. જો કે યુનિવર્સિટી કેમ્પસમાં NSUIના કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી.. પોલીસે રોકવા જતા NSUIના કાર્યકર્તાઓએ નનામીને આગ લગાવી દીધી.. નનામીને આગ લગાવી પોલીસને ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દોડાવી.. પોલીસે પણ પાછળ દોડી નનામી પર લાગેલી આગને ઓલવીને NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી.. NSUIનો આરોપ છે કે જીકાસ પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી.. જેથી જીકાસ પોર્ટલ જ બંધ કરવામાં આવે.. સરકાર અને શિક્ષણ વિભાગ જીકાસ પોર્ટલથી રાજ્યના વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું કામ કરી રહી છે.. એડમિશન માટે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે..  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola