Vijay Rupani Last Rites Update : વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર, તિરંગામાં લપેટાયા EX CM

Vijay Rupani Last Rites Update : વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર,  તિરંગામાં લપેટાયા EX CM

Vijay Rupani death news: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. તો સાંજે 4થી 5 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ  સોમવાર, 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola