Ahmedabad Wall Collapses : વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદમાં બની દુર્ઘટના, બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી
ભારે વરસાદ વચ્ચે અમદાવાદમાં બની દુર્ઘટના. બોપલની સરસ્વતી હોસ્પિટલની બાજુમાં આવેલ રશ્મી કન્સ્ટ્રક્શન સાઈટની સેફ્ટીવોલ થઈ ધરાશાયી.. સેફ્ટી વોલ ધરાશાયી થતા પાર્ક કરેલ ત્રણ કાર પણ કન્સ્ટ્રક્શન સાઈટના બેઝમેન્ટમાં ખાબકી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ક્રેનની મદદથી ખાડામાં ખાબકેલ વાહનોને એક બાદ એક બહાર કાઢવામાં આવ્યા. સેફ્ટી વોલ ધરાશાયી થતા સરસ્વતી હોસ્પિટલના મહદ અંશે નુકસાન થયું છે.. જેની ચકાસણી કરવા મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી.. એસ્ટેટ વિભાગ તરફથી રશ્મી કન્સ્ટ્રક્શન સાઈટની સેફ્ટી વોલની ગુણવત્તા અંગે પણ તપાસ કરાશે.. દુર્ઘટના બનતા મહાનગરપાલિકાએ પણ કન્સ્ટ્રક્શન સાઈટની રજાચિઠ્ઠી રદ કરી છે.. સાથે જ પ્રોજેક્ટ ઓફિસરનું લાયસન્સ સસ્પેન્ડ કરી કન્સ્ટ્રક્શન સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.