Viramgam Water Logging : વિરમગામમાં જળબંબાકાર , હાર્દિક પટેલ આપો જવાબ , જુઓ અહેવાલ

Viramgam Water Logging : વિરમગામમાં જળબંબાકાર , હાર્દિક પટેલ આપો જવાબ , જુઓ અહેવાલ 
અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિરમગામમાં 3 ઈંચ કરતા વધારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિરમગામ પ્રશાસનના પાપે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પ્રશાસન પર વિરમગામના લોકો બરાબરના રોષે ભરાયા છે.
 
વિરમગામ અને માંડલને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. અનેક વાહનચાલકોના વાહનો બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. મુશ્કેલી સહન કરવા માટે વિરમગામના લોકો મજબુર બન્યા છે. વરસાદી પાણી ઉલેચવા પ્રશાસને કોઈ મહેનત કરી જ ન હોવાની સ્થિતિ છે. ત્રણ ઇંચ વરસાદના બદલે નિષ્ક્રિય પ્રશાસને વિરમગામની સ્થિતિને વધારે બગાડી છે. ત્રણ ઇંચ વરસાદમાં વિરમગામ શંખેશ્વર રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સરકારી હોસ્પિટલમાં જવા પાણીમાંથી પસાર થવાની સ્થિતિ છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola