કૉંગ્રેસ નેતા દિપક બાબરીયાના પત્રને લઈ અમિત ચાવડાએ શું કહ્યું ? જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવા આવી છે તેવા આરોપો લાગી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યનકરોને પત્ર લખી માફી માંગી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના દિવસોમાં યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. અંતિમ ઘડીએ નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઇ જતા નિરીક્ષકે અનેક સવાલ ઊઠાવ્યા છે. હવે અમિત ચાવડાની આ મુદ્દે પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, દિપકભાઈ અમારા સિનિયર નેતા છે. જે યોગ્ય લોકો હતા તેમને તક આપવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram