અમદાવાદમાં કડકડતી ઠંડીની ક્યારથી થશે શરૂઆત? હવામાન વિભાગે શું કરી આગાહી?
અમદાવાદમાં આગામી બે દિવસ બાદ કડકડતી ઠંડીનો પ્રારંભ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના મતે મંગળવારથી તાપમાન 15થી નીચે જઇ શકે છે. અમદાવાદમાં 18.6, ગાંધીનગરમાં 17 જ્યારે વલસાડ 13.5 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યા હતા.