Ahmedabad Corona Case: કોરોના વાયરસને લઈ અમદાવાદથી ચિંતાજનક સમાચાર
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ..નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંક પહોંચ્યો એક હજારને પાર.પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ કેસ. જો કે કોરોનાથી એક પણ મોત નહીં.
દિવસેને દિવસે અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં નોંધાયા કોરોનાના 175 કેસ. જ્યારે 60 જેટલા દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ એક હજાર 91 કેસ નોંધાયા છે.. જેમાંથી 761 જેટલા એક્ટિવ કેસ છે.. ઝોન મુજબ એક્ટિવ કેસની વાત કરીએ તો મધ્ય ઝોનમાં 23, પશ્ચિમ ઝોનમાં 237, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 126, ઉત્તર ઝોનમાં 30, પૂર્વ ઝોનમાં 34 અને દક્ષિણ ઝોનમાં 82 એક્ટિવ કેસ છે.. સૌથી વધુ શહેરના પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં કોરોનાના કેસ નોંધાયા છે.. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નથી નિપજ્યુ. આ તરફ કોરોનાને લીધે રાજકોટમાં 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.. આધેડને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સોમવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત નિપજ્યું છે.. રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 116 પર પહોંચી ગયો છે..