Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ડેઈલી સ્ટે નામની હોટલના એક રૂમમાં યુવક અને યુવતીએ બેભાન હાલતાં પડ્યા હોવાનો પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને બેભાન અવસ્થામાં યુવક અને યુવતીને હોસ્પિટલ ખસેડવા માટે 108 બોલાવી હતી. જ્યાં 108 એમ્બ્યુલન્સના આરોગ્ય કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે કૌટુંબિક કાકા અને ભત્રીજી હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હોવાથી આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બંન્નેએ કેનાલાં કુદીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ હતુ.. જો કે બાદમાં બંન્નેએ હોટલમાં જઈ હાથની નશ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.. એરપોર્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.