Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Continues below advertisement

Anand ACB Trap | આણંદના પેટલાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક એએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલને 45,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા. પેટલાદની સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દીપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહિળાએ ચાર મહિના અગાઉ નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં માર નહીં મારવા અને વધુ રિમાન્ડ નહીં માંગવાના બદલામાં બુટલેગર પાસે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રકઝકના અંતે, ત્રણેય પોલીસકર્મીઓએ લાંચની રકમ ઘટાડીને 45,000 કરી. જોકે, બુટલેગરના પત્ની લાંચની રકમ આપવા તૈયાર ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી. જેના આધારે નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું અને ત્રણેયને રંગે હાથ ઝડપી લીધા. 

આણંદ જિલ્લાના પેટલાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અને બે કોન્સ્ટેબલ નડિયાદ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા. મહત્વની વાત એ છે કે, એક જાગૃત નાગરિક દ્વારા પ્રોહીબિશનના કેસમાં પોતાના પતિને નાસ્તો ફરતા પતિને રજૂ કરવા બાબત નહીં માર મારવા બાબત અને વધુ રિમાન્ડ ન માંગવા બાબતમાં 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. પરંતુ રગજગ કરતા અને વિનંતી કરતાં આ લાંચનો આંકડો 45,000 રૂપિયામાં પત્યો હતો. આજે 45,000 રૂપિયા આપવા માટે અને 45,000 નો જે વાયદો હતો તે આપવા માટે જાગૃત નાગરિક ત્યાં આગળ પહોંચ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને 45,000 ની લાંચ હાથમાં લેતા જ એસીબીએ ત્રણ આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram