Anand Crime: આણંદના નવાખલની બાળકીનો મૃતદેહ 68 કલાક બાદ મળ્યો
આણંદના નવાખલની બાળકીનો 68 કલાક બાદ મૃતદેહ મળ્યો હતો. સિંઘરોટ નજીકના નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિકોને નદીમાં મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરી હતી. મીની નદીમાં તરતી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આણંદ અને વડોદરા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. SDRFની ટીમે નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
બીજી તરફ આ કેસમાં મુશ્કેલી એ છે કે, રાઉન્ડઅપ કરાયેલો અજય પઢિયાર વારંવાર નિવેદન બદલી રહ્યો છે. પહેલા બલીની આશંકાની દિશામાં પણ પોલીસ કરી રહી હતી. બાળકીની હત્યાને અંજામ આપતી વખતે આરોપી નશામાં ધૂત હોવાનું પણ સામે આવ્યું છે. બાળકીના અપહરણના આરોપમાં અજય પઢિયારની અટકાયત કરાઈ છે. અજય પઢિયારની પોલીસ સમક્ષ બાળકીને નદીમાં ફેંક્યાની કબૂલાત કરી હતી.