Anand News | સુંદલપુરાની સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા બાબતે તપાસનો ધમધમાટ, જુઓ અહેવાલ

Anand News | આણંદના સુંદલપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને લાત મારવાનો મામલો. શાળાના આચાર્યએ બે દિવસ અગાઉ વિદ્યાર્થીને પેટમાં મારી હતી લાત. સુંદલપુરાના આચાર્ય દ્વારા ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીને છાતીના ભાગે મારી હતી લાત. આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટ દ્વારા 11 વર્ષીય બાળકને ગુના વગર માર મારતા બાળકને લેવી પડી ખાનગી હોસ્પિટલમાં સારવાર. આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે એબીપી અસ્મિતાના કેમેરા સામે બાળકને પગ અડકી ગયો હોવાની મારી હતી ડંફાસ. ગઈકાલે આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટ જ બાળકને લઈ ગયા હતા સીટી સ્કેન માટે નડિયાદ. ઘટનાની ગંભીરતાને જોતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પહોંચ્યા સ્થળ પર. અધિકારી દ્વારા વાલી અને અન્ય શિક્ષકોના લેવાયા જવાબ. સમગ્ર મામલે તપાસ કરી ઉચ્ચ અધિકારીને મોકલ્યા છે રિપોર્ટ. તાલુકા કક્ષાના અધિકારીની તપાસ થતા આચાર્ય શાળામાં રહ્યા ગેરહાજર અધિકારીનો ફોન પણ ન ઉપાડ્યો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola