Anand Scuffle : આણંદમાં પોલીસની હાજરીમાં બુટલેગરે બાઇક ચાલકને ઝીંકી દીધા લાફા
Anand Scuffle : આણંદમાં પોલીસની હાજરીમાં બુટલેગરે બાઇક ચાલકને ઝીંકી દીધા લાફા
આણંદમાં દાદાગીરીની હદ થઈ ગઈ. બુટલેગર પિતા પુત્ર બન્યા બેફામ પીન્ટુ સોની અને પુત્ર કિશન સોનીએ જાહેરમાં પોલીસની હાજરીમાં જ કરી મારામારી. પોલીસની હાજરીમાં જ બુટલેગર કિશન સોની બન્યો બેફામ . અગાઉ આ બાપ-દિકરો અનેક વખત દારુના અને મારામારીના કેસમાં પકડાયેલા છે. કિશન સોની અને તેના પિતાએ એક વક્તિ ને માર્યો માર . કાયદો અને વ્યવસ્થાના બુટલેગર બાપ-દિકરાએ ઉડાવ્યા લીરેલીરા. વીડિયોમાં જોઇ શકાય છે કે, બુટલેગર બાઇક ચાલક સાથે મારામારી કરી રહ્યો છે. આ સમયે પોલીસ પણ હાજર છે, જેની નજર સામે જ બાઇક ચાલકને લાફાવાળી કરી રહ્યો છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં આણંદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.