Nadiad Corporation : નડિયાદ મનપામાં ઘર્ણણ મામલે નોંધાઈ ફરિયાદ, જુઓ અહેવાલ

Nadiad Corporation : નડિયાદ મનપામાં ઘર્ણણ મામલે નોંધાઈ ફરિયાદ, જુઓ અહેવાલ

નડિયાદ મહાપાલિકામાં ભાજપ- કોંગ્રેસ અને અધિકારીઓ વચ્ચે થયેલા ત્રિ પક્ષીય ઘર્ષણમાં હવે આખરે નોંધાઈ છે પોલીસ ફરિયાદ.... નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ડેપ્યુટી મ્યુનિસાપલ કમિશનર વચ્ચે તુ-તુ મે- મે થઈ હતી.... બે દિવસ પહેલાનો વીડિયો થયો વાયરલ... ઘટના એવી છે કે બે દિવસ પૂર્વે મહાપાલિકા કચેરીના કર્મચારીઓના PF સહિતની બાબતે ડેપ્યુટી મ્યુનિસપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ.. આ સમયે ભાજપના પૂર્વ કાઉન્સિલર અને કાર્યકરો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.... ભાજપ- કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કચેરી પાસે જ બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો... કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાતિવાચક અપશબ્દો બોલીને માર માર્યાનો ભાજપ કાર્યકરનો આરોપ છે... જેને શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, રાજુ રબારી, ગોકુલ શાહ, ભાવિક પરમાર, મિલન પ્રેંક તથા પુરવ મેત્રાલ વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી.... જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી.... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola