આણંદના તારાપુર હાઇવે પર અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવરની કરાઇ ધરપકડ
આણંદના તારાપુર હાઇવે પર અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. પેટલાદ પોલીસે ટ્રક ડ્રાઇવરની ઝડપી પાડ્યો છે. ઇન્દ્રજણ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. પોલીસે ટ્રક ડ્રાઇવરની પૂછપરછ શરૂ કરી હતી.