Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર

ભાવનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગુંડાતત્વો  બેફામ બન્યા હતા. કાળા તળાવ ગામમાં 74 વર્ષીય વૃદ્ધને માથાભારે શખ્સોએ ઢોર માર માર્યાનો આરોપ હતો. અરજણભાઈ દિયોરા નામના વૃદ્ધ ગુરૂવારે ગામની મુખ્ય નદીના પટમાંથી માટી ભરવા ગયા હતા. ત્યારે જ નાથા ઉલવા અને રાજુ ઉલવા નામના બે માથાભારે શખ્સોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.  એટલુ જ નહીં અપશબ્દો બોલી વૃદ્ધને અપમાનિત કરીને લાકડીથી ઢોર માર માર્યો હતો. ગુંડાતત્વોએ ઢોર માર મારતા વૃદ્ધને શરીરે કાળા ડાઘ પડી ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ બનાવના પગલે વલ્લભીપુર પોલીસે રાજુ ઉલવા નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પાટીદાર સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં પાટીદારોની સંકલન બેઠક મળી હતી.  100થી વધુ કારનો કાફલો આજે સુરતથી કાળાતળાવ ગામ પહોંચશે. જાહેરસભા યોજીને પાટીદાર સમાજ રોષ વ્યક્ત કરશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola