Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
Continues below advertisement
Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
ભાવનગરના અલંગ નજીક આવેલ સોસીયા ગામે સિંહે ધામા નાંખ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. સોસીયા વાડી વિસ્તારમાં સિંહણનાં આંટાફેરા જોવા મળ્યા. સોસીયામાં વાડીમાં સિંહણ આવી જતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાડી વિસ્તારમાં બે દિવસ થી અલગ-અલગ વિસ્તારમાં સિંહણ જોવા મળી. સિંહણનાં વાડીમાં આંટાફેરા કરતી હોવાનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. વાયરલ વીડિયોની પુષ્ટિ abp asmita કરતું નથી. સોશિયલ મીડિયામાં સિંહના આંટાફેરાનો આ વીડિયો અત્યાર ખૂબ વાયરલ થયો છે. વીડિયોને પગલે સોસિયા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, ભાવનગરના ગીર ફોરેસ્ટ રેંજમાં અનેકવાર સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે.
Continues below advertisement