આ વ્યક્તિએ 54 ડિગ્રી મેળવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જેલની અંદર રહીને જ મેળવી 31 ડિગ્રી
અમદાવાદમાં તમામ સુખ સુવિધા અને છૂટ સાથે પણ જે મેળવવું અશક્ય કહી શકાય એ વસ્તુને ભાનુભાઈ પટેલે જેલની અંદર કેદ રહીને મેળવી લીધી. જેલની અંદરથી 31 ડિગ્રી મેળવવાના અને જેલથી છૂટીને 23 એમ કુલ 54 ડિગ્રી એક જ જીવન કાળમાં મેળવવાનો વિશ્વ રેકોર્ડ ભાનુ ભાઈના નામે છે. ભાનુભાઈ પટેલના નામે લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત કુલ 6 આંતરરાષ્ટ્રિય રેકોર્ડ પણ છે. 1992માં તેમના ઉપર FERAનો કેસ થયો હતો. તેમના એક મિત્ર સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા. ત્યાં જઈને નોકરી કરીને રૂપિયા ભાનુભાઇ પટેલના એકાઉન્ટ માં જમા કરાવ્યા હતા. આ ગુનામાં 2003માં ઓગસ્ટ મહિનામાં તેમને આ કેસમાં 10 વર્ષની જેલની સજા થઇ હતી.