Bhavnagar AAP Candidate | ભાવનગરમાં ઉમેશ મકવાણાની ઉમેદવારી સામે ઉઠાવાયો વાંધો

Bhavnagar AAP Candidate | ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભાના ઉમેદવારનો જીતનો માહોલ જોઈ ભાજપ બોખલાઈ ગઈ છે. ભાજપ સરકારી તંત્રનો દુરપયોગ કરી મારૂ ફોર્મ રદ કરાવવાના કાવતરા કરી રહી છે. 15 -ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર સરકારી વકીલનો ઉપયોગ કરી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારના ફોર્મમાં વાંધા અરજી કરી હારનો ડર ભાળી ગયેલી ભાજપ દ્વારા ગતકડા કરવામાં આવી રહ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મારી બોટાદ અને ભાવનગરની જનતા જવાબ આપશે. મેં આવતી કાલ તા-21/04/2024 ના રોજ 11 વાગ્યાં સુધી વાંધા અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola