ભાવનગરઃAAPના કાર્યકરોએ ગારિયાધારમાં રસ્તા પર પડેલા ખાડા પૂર્યા, જુઓ વીડિયો
ભાવનગરના ગારીયાધારમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના તૂટેલા રસ્તાના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઇ હતી. વર્ષોથી બીજેપીનું શાસન હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે તેવા આરોપો આપના કાર્યકરોએ લગાવ્યા હતા. શહેરમાં તૂટી ગયેલા રોડ રસ્તાઓ મુદ્દે અવાજ ઉઠાવી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આપ દ્ધારા પોતાના ખર્ચે રોડના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી