Bhavnagar Accident | ભાવનગરમાં રીક્ષા પલટી જતાં 3 લોકો ઘાયલ
Bhavnagar Accident | ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર રિક્ષા ને અકસ્માત નડતા ત્રણ થી વધું લોકોને ઈજા પહોંચી. સેન્ટ્રલ સોલ્ટ પાસે અચાનક એક્ટિવા ચાલક વચ્ચે આવતા રિક્ષાએ કાબુ ગુમાવતા થયો અકસ્માત. રીક્ષા પલટી મારી જતા યુવતી બાળક અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.