Bhavnagar BJP Controversy: મુકેશ લંગાળીયા અને શંભુનાથ ટુંડીયાનો વિવાદ પહોંચ્યો હાઈકમાંડ સુધી

ધારાસભ્ય શંભુપ્રસાદ ટૂંડિયા પર ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના આરોપનો વિવાદ પહોંચ્યો ભાજપ હાઈકમાન્ડ સુધી. જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે કરી ફરિયાદ..

ભાવનગર જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને બોટાદના ગઢડાના ધારાસભ્યનો વિવાદ ભાજપના હાઈ કમાન્ડ સુધી પહોંચ્યો. ભાવનગર જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે ભાજપ હાઇ કમાન્ડને ફરિયાદ કરી. તાજેતરમાં ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં સરપંચનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાએ જાહેર મંચ પરથી  ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપનો આંતરિક વિવાદ ખુલીને બહાર આવતા પાર્ટીની છબી પણ ખરડાઈ છે. જેને લઇને હવે પ્રદેશ કક્ષા સુધી ફરિયાદ થઈ..

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola