Bhavnagar Crime | ભાવનગરમાં ગુમ બાળકની લાશ મળતા ખળભળાટ, હત્યાની આશંકા
Bhavnagar Crime | ભાવનગર ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં માસુમ બાળકના મોતનું રહસ્ય વધુ ધુટાયું છે નવ વર્ષનો માસુમ બાળક સલીમ શેરીમાં રમી રહ્યો હતો એ સમયે અચાનક જ ગુમ થયો હતો જેના ત્રણ દિવસ બાદ ખોડવદરી ગામના જ 30 ફૂટ ઉંચા ટાકામાંથી રહસ્યમય હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે હાલ તો બાળકના મોતને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગારીયાધાર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.