ભાવનગર: અતિવૃષ્ટીના કારણે ડુંગળીના પાકને નુકસાન થતા નવા પાકની આવકમાં ઘટાડો
એક તરફ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ને લઈ ખેડૂતો પોતાની નીપજ ના પૂરતા ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તેવી માંગ કરતા સરકારે ટકા ના ભાવે યાર્ડ માંથી મગફળી,કપાસ,ડુંગળી વગેરે ની ખરીદી શરૂ કરી છે. ત્યારે ભાવનગર ના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ને તેની નીપજ ના પૂરતા ભાવો મળી રહ્યા છે.જેમાં આજે ડુંગળી ની રેકોર્ડ બ્રેક ઊંચા ભાવે હરાજી થઈ હતી.રૂ.1121 પ્રતિ મણ ના ભાવે ડુંગળી ની હરાજી થતા ખેડૂતો ને પૂરતા ભાવો મળી રહ્યા છે.જ્યારે કપાસ રૂ.1061 પ્રતિ મણ અને મગફળી 1166 રૂ.પ્રતિ મણ ના ભાવે હરાજી થઈ રહી છે.