ભાવનગર શહેરમાં ફરી એકવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દિવ્યાંગ બાળકોને રિક્ષામાં ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવ્યા હોવાના દૃશ્યો જોવા મળતા હોવાનો દાવો છે. આ વીડિયો બોરતળાવથી નીલમબાગ તરફના માર્ગનો અને ગઈકાલનો હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટનાને પગલે સૌથી મોટો સવાલ એ છે કે આવી રીતે વિદ્યાર્થીઓને જોખમી રીતે લઈ જતી રિક્ષાને કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? દિવ્યાંગ બાળકોની સુરક્ષા સાથે થઈ રહેલી આ બેદરકારી સામે ભાવનગર RTO અને ટ્રાફિક પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે પણ સવાલ છે.