Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
Continues below advertisement
ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાના કારણે 39 લોકોની તબિયત લથડતા તેઓને શહેરની અલગ-અલગ 5 હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, મૃતકોમાં સિહોરના સોનગઢની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ પરમારનો સમાવેશ થાય છે, જેઓનો મૃતદેહ ગાંધી કોલોની સામે આવેલ ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. રસોડામાંથી ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂની બોટલ મળી આવી હતી. તેમના સિવાય અન્ય એક નાગરિક જયેશ ભટ્ટીનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement