Meghna Parmar | ભાવનગરની દીકરીએ અમેરિકામાં 6 હજાર ફૂટની ઊંચાઇએ લખ્યું 'જયશ્રી રામ'
ભાવનગરની મેઘના પરમારે વિદેશમાં પણ જય શ્રી રામનું નામ અવકાશમાં કાંડાર્યું છે. મેઘના પરમાર 2021 થી અમેરિકાના ફ્લોરિડા કોટ મયસમાં pilot ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. તાજેતરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મેઘનાએ અમેરિકાનાં અવકાશમાં પાંચ કિલોમીટરના એરિયામાં ભગવાન શ્રીરામનું અવકાશમાં નામ લખીને નવો રેકોર્ડ સર્જ્યો છે. મેઘના પરમાર મૂળ ભાવનગરના નાનકડા એવા બજૂડ ગામની દીકરી છે જેમણે આ સીઘી પ્રાપ્ત કરી છે. 6000 ફૂટ ની ઊંચાઈએ જય શ્રી રામનું નામ લખ્યું હતું.