Bhavnagar Koli Samaj Nyay Sabha: ભાવનગરમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન

Continues below advertisement

બગદાણામાં કોળી સમાજના યુવકને માર મારવાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો. નવનીત બાલધિયાના ન્યાય અપાવવાની માગ સાથે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સંમેલન મળ્યું. ન્યાય સભાના નામથી આયોજિત સંમેલનમાં નવનીત બાલધિયા ઉપરાંત કોળી સમાજના આગેવાનો, ઋષિ ભારતી બાપુ સહિત હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તમામે એકસૂરે આહવાન કર્યું કે, કોળી સમાજ હવે અન્યાય સામે મૌન નહીં રહે..જ્યાં સુધી આરોપીઓને મદદ કરનારાઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે...નવનિલ બાલધિયાને માર મારવાના કેસમાં પોલીસની શરૂઆતની તપાસ સામે પણ કોળી આગેવાનોએ સવાલો ઉઠાવ્યા..જોકે, ભારે વિવાદ બાદ સરકારે SITની રચના કરી હતી..અને અત્યાર સુધી જયરાજ આહીર સહિત 14 લોકોની ધરપકડ થઈ ચુકી છે.સંમેલનના આયોજકોએ આડકતરી રીતે અહીંના એક ધારાસભ્ય આરોપીઓને બચાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola