Bhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભાવનગરની ઓજ ઈંસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થા. જ્યાં એક વાલીએ વિદ્યાર્થી પર કર્યો હતો છરીથી હુમલો. જિલ્લા પોલીસવડાની હાજરીમાં આજે આરોપી જગદીશ રાછડ નામના વાલીને ઈંસ્ટિટ્યૂટમાં લવાયો અને રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું
ભાવનગરની ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. એસપીની ઉપસ્થિતિમાં ઝડપાયેલ આરોપી જગદીશ રાછડને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ. આજે પોલીસનો કાફલો આરોપી જગદીશ રાછડને લઈને ઈન્સ્ટિટ્યુટ પહોંચી. જ્યાં આરોપીએ કેવી રીતે હુમલો કર્યો તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. બે દિવસ અગાઉ જગદીશ રાછડે પોતાની પુત્રી સાથે મોબાઈલ પર વાત કરવાનો આરોપ લગાવીને રીનેટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો.. વેઈટિંગ રૂમમાં વિદ્યાર્થી પર કરવામાં આવેલ એ જીવલેણ હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 24 કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડ્યો હતો..