Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં
ભાવનગર જિલ્લાના જેસર અને ગારીયાધાર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે..... ગારીયાધાર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.... ગારીયાધાર તાલુકાના પચ્છેગામ, મોટી વાવડી, પરવડી, શાખપુર, વિરડી સહિતના ગ્રામ્ય પંથકમાં
અનરાધાર વરસાદ ખાબક્યો હતો... આ સાથે જ જેસર તાલુકાના બેડા, દેપલા, વિરડી, રાજપરા માતલપર સહિતના ગામડાઓને વરસાદ ઘમરોળી રહ્યો છે.... મહુવા તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે... શહેરના કોટીયા, કળમોદર, વાવડી ,
રતનપર , રાળગોન, ઠળિયા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો... વરસાદનું આગમન થતા મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો ને સારા પાકની આશા બંધાઈ છે... આ સાથે ખેડૂતોએ વાવણી કરવાનું પણ શરૂ કર્યું છે...... ભાવનગર જિલ્લાના ચાર જિલ્લામાં
ધનાધન વરસાદ ખાબક્યો છે...