Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

Continues below advertisement

ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ. એક સમયે હજારો પરિવારોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. અંદાજે 700થી 800 નાના-મોટા કારખાનાં અને ઓફિસો બંધ થઈ ચૂક્યાં છે, જ્યારે એક લાખ જેટલા રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ, કાચા હીરાની અછત, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની અધૂરી યોજના સહિતનાં કારણો ઉદ્યોગની મંદી માટે જવાબદાર હોવાનું ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે. મોટા ઉદ્યોગપતિઓ પણ ભાવનગર છોડીને સુરત તરફ વળ્યા છે. મંદીની અસર એવી છે કે એક સમયે 30 લોકોને રોજગારી આપતા રત્નકલાકાર રમેશભાઈ પરમાર આજે નાસ્તાની લારી ચલાવી રહ્યા છે, જ્યારે લાખાભાઈ બાવળવા ચશ્માની દુકાનમાં નોકરી કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે  ભાવનગરના હીરા ઉદ્યોગને પુનઃજીવિત કરવા સરકાર પાસે શું નક્કર આયોજન છે?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola