Bhavnagar Bus Accident: ભાવનગરની યાત્રાની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત
ભાવનગરની યાત્રાની બસને લખનઉ- દિલ્લી હાઈવે પર નડ્યો અકસ્માત. બરેલી નજીક અકસ્માત સર્જાતા ભાવનગરના બે યુવકના મોત, ત્રણને ગંભીર ઈજા. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા
ભાવનગરથી ઉપડેલ યાત્રાની બસને લખનઉ દિલ્હી હાઈવે પર બરેલી નજીક અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ થી પરત આવી રહેલ બસનો અકસ્માત સર્જાતા ભાવનગર શહેરના બે યુવાનોના મોત થયા જ્યારે ત્રણ યાત્રિકોને ગંભીર ઈજા પહોંચી છે તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખાનગી રાજધાની ટ્રાવેલ્સની બસ ભાવનગર શહેરથી યાત્રા માટે થોડા દિવસ પહેલા રવાના થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં આશિષભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ અને યજ્ઞેશભાઈ બારૈયા નામના યાત્રિકોના મોત થયા છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા અન્ય મુસાફરોને હરિદ્વાર ખાતે પહોંચાડવામાં આવ્યા છે
Tags :
Bhavnagar Bus Accident