ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ પર ભાજપના કાર્યકરો રૂપિયા ઉડાવતા હોય તેવો વીડિયો વાયરલ
ભાવનગરના ભાજપના સાંસદ (Bhavnagar BJP MP) ભારતીબેન શિયાળ (Bharatiben Shiyal) પર રૂપિયા ઉડાવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Video Viral) થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ભાજપના કાર્યકરો સાંસદ ભારતીબેન શિયાળ પર રૂપિયા ઉડાડી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યાંનો અને ક્યા સમયનો છે તે અંગે કોઇ પુષ્ટી થઇ શકી નથી.