Police vs Police | ભાવનગરમાં વાહન ચેકિંગ દરમિયાન PSI અને છોટાઉદેપુરના પોલીસ કર્મચારી વચ્ચે બબાલ

Continues below advertisement

ભાવનગરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSI અને છોટા ઉદેપુરના પોલીસ કર્મચારી વચ્ચે બબાલ. ફેન્સી નંબર અને ડાર્ક ફિલ્મવાળી કાર રોકતા થયો વિવાદ

ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSIને છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે થયું ઘર્ષણ..ફેન્સી નંબરવાળી ડાર્ક ફિલ્મ લગાવેલી કાર લઇ જઇ રહ્યો હતો છોટાઉદેપુરનો પોલીસ કર્મી..બંને વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી. PSIએ ફરજમાં રૂકાવટ અંગે નોંધાવી ફરિયાદ..


મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSI નું છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે ઘર્ષણ થયું હતું. શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે ગઈ કાલ સાંજે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન આ બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSIએ ફેન્સી નંબર વાળી ડાર્ક ફિલ્મ લગાવેલી કાર લઈને જઈ રહેલા છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે પરિવારને રોક્યો હતો. છોટાઉદેપુરના પોલીસ કર્મચારી પરિવાર સાથે હોસ્પિટલ જઈ રહ્યો હતો તે સમયે શાબ્દિક ઘર્ષણ થયું, બાદમાં ફરજ પરના મહિલા પીએસઆઇ અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી. જેમાં પોલીસની શાબ્દિક ઘર્ષણનો વીડિયો હાલ વાયરલ થયો છે. ફરજ પરના પોલીસ અધિકારીએ ગાડી ડીટેન કરવાનો રાખ્યો આગ્રહ બાદમાં મહિલા પીએસઆઇ જલ્પા નિમાવત દ્વારા પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરજમાં રુકાવટ અંગે નોંધાવી ફરિયાદ..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram