Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ 

ભાવનગરમાં ફરી એકવાર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. શહેરના આંબાચોક વિસ્તારમાં એક યુવાન ઉપર જૂની અદાવતમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત અયાન ખાન નામના યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારના સભ્યો આવેશમાં આવીને સામે પક્ષના ઘર પર પહોંચ્યા ગચા અને ત્યાં સિયા ખોજા સમાજના કબ્રસ્તાનમાં તોડફોડ બાદ ઘરને આગ ચાપવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. અગાઉ હત્યાના મામલે જૂની અદાવત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેના કારણે આ ઘટના બની છે. આ બનાવના પગલે A-ડિવિઝન નીલમબાગ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola